ખરીદ વેચાણ સંઘના ચેકીંગમાં ભોપાળુ છતું : પોલીસ ફરિયાદ નોંધાઇ હળવદ : હળવદ તાલુકાની જુદી - જુદી ત્રણ સહકારી મંડળીના સમહર્તાઓ દ્વારા રાસાયણિક ખાતર વેચાણના જમા થયેલા રૂપિયાનું કૌભાંડ આચરી નાખતા ખરીદ વેચાણ સંઘની તપાસમાં આ ચોકવનારી બાબત સામે આવી છે અને હાલ આ ત્રણેય મંડળીના સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઇ છે. જાણવા મળ્યા મુજબ હળવદ તાલુકના ખરીદ વેચાણ સંધ હેઠળ આવતી જુદી - જુદી મંડળીના ચેકીંગમાં નાણાંની ઉચાપત થયાનું બહાર આવતા પ્રમુખ શૈલેષભાઈ કરમશીભાઈ પટેલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત ૨૪ -૦૮-૨૦૧૮ ના રોજ સંઘના સભ્ય દેવશીભાઈ ભરવાડને સાથે રાખી તાલુકના ડેપો ચેક કરવા ગયા હતા જેમાં માથક ગામમાં ચેક કરતા જેમાં વહીવટદાર મેહન્દ્ર્સિંહ ભરતસિંહ ઝાલા ઉપસ્થિત હતા પણ સ્ટોક ઓછો હતો અને રજીસ્ટર પણ ત્યાં ન હતું અને કડિયાણા ગામે પણ ચેક કરતા વહીવટદાર વિશાલ નરેન્દ્રભાઈ ત્રિવેદી ઉપસ્થિત હતા પણ સ્ટોક ઓછો અને રજીસ્ટર હાજર ન હતું. બીજી તરફ આ મામલે ગાંધીનગર જાણ કરતા વડી કચેરીની ટીમે પણ ચેકિંગ કરતા બને જગ્યાએ લાખોનો સ્ટોક ઓછો નીકળ્યો હતો અને મેહેન્દ્ર્સિંહ ઝાલાએ ૫૭ લાખથી વધુ રૂપિયા પોતના અગત ઉપયોગ કર્યો અને ૧૭ લાખ રૂપિયા સંધના મેનેજર નીરજ દામજીભાઈ લોરિયા જમા કરવા આપ્યા હતા પણ તેણે તે જમા કરવાયા ન હતા અને વિશાલ ત્રિવેદી રૂપિયા ૩૩ લાખથી વધુના રૂપિયા પોતના અંગત ઉપયોગમાં વાપર્યા હોવાનું ખુલ્યું હતું. આમ ત્રણય આરોપી સંઘના રૂપિયા ઉપયોગ દુર ઉપયોગ કર્યો હોવાનું ખુલતા વિશાલ ત્રિવેદી, મેનજર નીરજ લોરિયા અને મહેન્દ્રસિંહ ઝાલાએ રૂપિયા ન જમા કરાવતા ત્રણેય વિરુદ્ધ રૂ. ૫૭ લાખથી વધુની ઉચાપત મામલે ગુનો નોધવવામાં આવ્યો છે અને વધુ તપાસ પી.આઈ સોલંકી ચલાવી રહ્યા છે.