મોરબી : મોરબીમાં વસવાટ કરતા બગથળા ગામના તમામ કુટુંબ માટે બગથળા સોશ્યલ ગ્રુપ દ્વારા સ્નેહમિલન અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ વાડી, જુના બસ સ્ટેન્ડ પાસે મોરબી ખાતે યોજાયો હતો. તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય મહંત દામજી ભગત નકલંક મંદિરબગથળાના હસ્તે કરવામાં આવ્યુ હતું તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા ઉપરાંત સાંસ્કૃતિકકાર્યક્રમ નું પણ આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં બગથળા ગામ લોક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. [gallery ids='41763,41764']