કોંગી ધારાસભ્યએ ૨૨ મહિનામાં ટંકારામાં બસસ્ટેન્ડ બનાવવા વચન આપ્યું હતું , ૧૧ મહિનામાં જમીન પણ ન મળી !! ટંકારા : દયાનંદ સરસ્વતીની ભૂમિ ટંકારાને રાજકીય ગ્રહણ લાગતા આઝાદીના આટઆટલા વર્ષે તાલુકા મથક બસસ્ટેન્ડ વિહોણું છે અને વિધાનસભા ચૂંટણી વખતે ધારાસભ્યએ ૨૨ મહિનામાં નવું બસસ્ટેન્ડ બનાવવાની આપેલ ખાતરી પણ હવામાં ઓગળી જવા પામી છે. આઝાદી પહેલા જ્યા ધી ની બજારો ધમધમતી અને રેલવેના પાવા સવાર સાંજ આંકાશ મા સંગીત રેલાવતા ટ્રેઝરી કચેરી અને ખેડુતો માટે યાર્ડ, ફિલ્મ રસિયાઓ માટે ટોકિઝ અને મુસાફરો માટે બસ સ્ટેન્ડ જે ગામની શાન હતી, નાની મોટી બધી સગવડ પણ હતી પરંતું છેલ્લા બે દશકમાં ટંકારાને કોની નઝર લાગી રામ જાણે, જો કે ગામનો વિકાસ ગાંડો થયો હોય અને ગાડી રીવર્સ ગિયર પકડયો હોય તેમ યાર્ડ બસ સ્ટેન્ડ, રેલવે, ટ્રેઝરી ટોકિઝ સહીતની સેવાઓ આજે ભુતકાળ બની છે. ટંકારા તાલુકા મથકને બસ સ્ટેન્ડ માટે રજૂઆત કરી ગ્રામજનોના ગળા બેસી ગયા પણ કોઈ સમાધાન હજુ મળ્યુ નથી ગત વિધાનસભા ચૂંટણી એ આ મુદે ભારે ચર્ચા જાગી અને કોંગ્રેસે વિજેતા બન્યા બાદ પહેલું કામ બસ સ્ટેન્ડ બનાવવા વાયદો કરી જે 22 વર્ષ મા ન થયુ તે 22 મહીનામા કરવાની જાહેરાત કરી દીધી હતી આજે તે વાત ને 11માસ વિતી ગયા પણ જમીન ઉપર કામ જીરો છે. જોકે આ બાબતે ધારાસભ્ય લલિત કગથરા નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ગત સંકલન સમિતિની મિટિંગ મા આ મુદે વાત થઈ છે અને જમીન માટે જગ્યા પર આખરી મોહર બાકી છે ત્યાર બાદ એસટી ગ્રાન્ટ ને અભાવે ઢીલ ન કરે એ દીશા મા કામ ચાલુ હોવાનું જણાવ્યું હતું. આ સંજોગોમાં જો 22 મહીને બસ સ્ટેન્ડ બની જાય તો સારી નહીતર ટંકારાના મુસાફરો તો હવે હાઉ કહી ઉઠીયા છે.