બાર્જના ડ્રાઇવરો જ ફૂટેલા : તમામ વિરુદ્ધ ફરિયાદ મોરબી : નવલખી બંદરે કોલસો પરિવહન માટે રાખવામાં આવેલ બાર્જના ડ્રાંઇવરો દ્વારા સ્થાનિક લોકો સાથે મિલિભગત આચરી લાખો રૂપિયાના ડીઝલની ચોરી કરતા બાર્જ કંપની દ્વારા બાર્જ ડ્રાઇવરો સહિત કુલ ૨૮ શખ્સો વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના નવલખી બંદરે કોલસા પરિવહન માટે યુએસએલ કંપની દ્વારા રાખવામા આવેલા બાર્જમાંથી ડીઝલ ચોરી મામલે કંપનીના મેનેજર નીતિનભાઈ દેવજીભાઈ પરમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં ડીઝલ ચોરી કરનાર ભાલચંદ્ર નામનું બાર્જ ડ્રાઈવર આશુતોષ સિંગ યાદવ, ગણપતિ બાર્જના ડ્રાઈવર બ્રિજેશ કે સિંગ, ભીમ બાર્જના ડ્રાઈવર રણજીત ભારત, હનુમાન બાર્જના ડ્રાઈવર આનંદસિંગ, ચિંતામણી બાર્જના ડ્રાઈવર મહમદ અંજાનુર રહેમાન, શંકર બાર્જના ડ્રાઈવર દિનેશ જેના, વૈંકટેશ બાર્જના ડ્રાઈવર શિવકુમાર સિંગ, નીલાંબર બાર્જના ડ્રાઈવર ગોપાલ, વિરાજ સાગર બાર્જના ડ્રાઈવર ઉત્પલ બરવા, વલ્લભસાગર બાર્જના ડ્રાઈવર પરવેશ સિંગ, જય શારદા સરસ્વતી બાર્જના ડ્રાઈવર ઈસ્માઈલ ભડાલા, નીલ બાર્જના ડ્રાઈવર ગૌરીશંકર સિંગ, ઈમાનુલ બાર્જના ડ્રાઈવર હુશેન ગંધાર, શીપોલ ડાયમંડના ડ્રાઈવર રાધેશ્યામ, તેમજ અન્ય આરોપી ગુલામ જુસબ સાંઈચા, ફિરોજ જુસબ સાંઈચા, જાકીર હબીબ સાંઈચા, હુશેન અબ્દુલ ટાંક, નાસીર હબીબ સાંઈચા, હસન અબ્દુલ ટાંક, મુસા ખમીસા ટાંક, ગફુર ખમીસા ટાંક,આમદ મડીયાર, રાસંગ માણેક, યુસુફ કાદર જેડા, કાદર જેડા અને સલીમ માણેક એમ ૨૮ સામે ફરિયાદ નોંધાવી હતી. વધુમાં પોલીસ ફરિયાદમાં કંપની મેનેજરે જણાવ્યું હતું કે આરોપી બાર્જ ડ્રાઈવરોને યુએસએલ કંપની તેમજ શ્રીજી શીપીંગ કંપનીના બાર્જના ડ્રાઈવર હોય જેના કોલસાનું પરિવહન કરવા માટે ડીઝલ ભરી આપતા પરંતુ આરોપીઓએ સ્થાનિકોની મિલીભગતથી કંપનીના બાર્જમાંથી ડીઝલનો ૪૮૦૦ લીટર જથ્થો કીમત રૂ ૩,૩૧,૨૦૦ ની ચોરી કરતા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી હતી.