મોરબી : ઘુંટુ (હરિનગર) ગામે હનુમાન મંદિર ચોકમાં બાપાસીતારામ યુવક મંડળ તથા સમસ્ત ઘુંટુ ગામ દ્વારા આગામી તા.6 જાન્યુઆરીએ રાત્રે 9-30 કલાકે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં નકલંક નેજાધારી રામામંડળ તોરણીયા ધામ દ્વારા રામામંડળ પ્રસ્તુત કરાશે.આ રામામંડળનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવાનો અનુરોધ કરાયો છે.