પુત્રોએ કોઈ અંધ વ્યક્તિને રોશની મળે તે માટે પિતાની આખો ડોનેટ કરાવીને સમાજને નવો રાહ ચીંધ્યો મોરબી : હળવદના ઈશ્વરનગર ગામે રહેતા વૃધ્ધ ખેડૂતનું આજે સવારે હાર્ટએટેકથી અવસાન થયું હતું. ફાની દુનિયા છોડી જનાર પિતાની આંખોથી કોઈ અંધ વ્યક્તિને દ્રષ્ટિ મળી શકે તે માટે તેમના પુત્રોએ મૃત પિતાની આંખોનું દાન કરાવીને અન્યોને પ્રેરણા આપી છે હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે રહેતા અને ખેતી કરતા ઘનશ્યામભાઈ મોહનભાઇ દલસાણીયા (ઉ.વ.64)ને આજે સવારે હદયરોગનો તીવ્ર હુમલો આવતા તેમના પુત્ર નંદલાલભાઇ દલસાણીયા સહિતના પુત્રોએ તેમને સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.પિતાની અકાળે વિદાયથી તેમના ત્રણ પુત્રો ભાગી પડ્યા હતા.જોકે મૃત પિતાની આખોથી અન્ય કોઈ પ્રજ્ઞાચક્ષુ દુનિયા જોઈ શકે તે માટે પુત્રોએ ત્વરિત નિર્ણય લઈને પિતાની આંખોનું દાન કરાવીને અન્યોને પ્રેરણાબળ પૂરું પાડ્યું છે.