અગાઉ ઘરકામ કરનારી નેપાળી મહિલાએ ઉધોગપતિ બહારગામ ગયાની અન્ય નેપાળી શખ્સોને માહિતી આપી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. એલસીબીએ લાખોની માલમતાની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો : બે આરોપીને ઝડપી લીધા : અન્ય ત્રણ આરોપીના નામ ખુલ્યા મોરબી : મોરબીના કાયાજી પ્લોટમાં રહેતા સીરામીક ઉધોગપતિના મકાનમાંથી થોડા સમય પહેલા થયેલી રૂ 3.20 લાખની માલમતાની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. મોરબી એલસીબીએ આ ચોરીના બનાવમાં નેપાળી ગેંગના બે નેપાળી સભ્યોને ઝડપી લીધા બાદ આ ચોરીની ઘટનામાં અગાઉ ઉધોગપતિના મકાનમાં ઘરકામ કરનારી નેપાળી મહિલાએ આ બનાવને અંજામ આપવા ટિપ્સ આપી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હાલ બે આરોપીને 47 હજારથી વધુના ચોરાવ મુદામાલ સાથે ઝડપી લઈને મહિલા સહિત અન્ય ત્રણ આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબીના કાયાજી પ્લોટમાં રહેતા સીરામીક ઉધોગપતિ ભુપતભાઇ ચંડીભમ્મર પોતાના પરિવાર સાથે ગત તા.13ના રોજ પોતાના પરિવાર સાથે પ્રસંગોપાત બહારગામ ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂ 3.20 લાખની મસલમતાની ચોરી કરી ગયા હતા. આ ચોરીના બનાવની ઉધોગપતિના પુત્ર વિરલભાઈએ ફરિયાદ નોંધાવતા સમગ્ર બનાવની એલસીબીએ ગહન તપાસ કરીને આ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો હતો. જેમાં એલસીબીએ ચોરી કરનાર બે નેપાળી શખ્સો ઉપેન્દ્રભાઈ પ્રદીપભાઈ શાહી તથા રણબીકે ખડકસીગ વિશ્વકર્માને રૂ.47044ના ચોરાઉ મુદામાલ સાથે ઝડપી લીધા હતા .આ બન્ને શખ્સોની ઉલટ તપાસ કરતા ચોરી કરનાર અન્ય ત્રણ શખ્સો ધીરજશાહી , ઉપેબહાદુર ગોરખશાહી તથા ગૌરીબેન માનબહાદુર સુનારના નામો ખુલ્યા છે .જેમાં ચોંકાવનારી બાબત સામે આવી છે કે અરોપી ગૌરીબેન અગાઉ ઉધોગપતિના મકાનમાં ઘરકામ કરતી હતી અને ત્યારબાદ તેણીએ ઘરકામ છોડી દીધું હતું તેથી તેણીને આ ઘરની રજેરજથી વાકેફ હતી. બનાવના દિવસે ઉધોગપતિ પરિવાર સાથે બહારગામ જતા હોવાની તેને માહિતી મળતા આ માહિતી અન્ય આરોપીને આપીને ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે બે શખસોને ધરપકડ કરી અન્ય ત્રણ આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.