વાંકાનેર : વાંકાનેરના ખીજડીયા રાજ ગમે રહેતી પરણિતાને લગ્નબાદ એક વર્ષ સુધી સત્તત મેણાં ટોણા મારી અસહ્ય ત્રાસ આપનાર પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે. ઘટના અંગે જાણવા મળ્યા મુજબ મૂળ મોરબીના નવી કલાવડી ગામના મદીનાબેન ફારૂકભાઇ કાસમભાઇ શેરસીયા, ઉ.વ. ૩૨ ધંધો- ઘરકામ રહે ખીજડીયારાજ તા.વાકાનેર જી.મોરબી હાલ નવી કલાવડી તા.વાંકાનેર જી.મોરબી વાળના લગ્ન થયા બાદ (૧) પતિ ફારૂકભાઇ કાસમભાઇ શેરસીયા (૨) સસરા કાસમભાઇ સાજીભાઇ શેરસીયા (૩) સાસુ અમીનાબેન કાસમભાઇ સાજીભાઇ શેરસીયા (૪) દેર રીજવાનભાઇ કાસમભાઇ શેરસીયા રહે. બધા ખીજડીયા રાજ તા.વાકાનેર, જી.મોરબી વાળાઓ દ્વારા ધરકામ બાબતે બોલા ચાલી કરી મેણા-ટોણા મારી ભુંડા બોલી ગાળો આપી ઢીંકાપાટુનો માર મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી એકબીજાની મદદગારી કરી ગુન્હો કરતા આ મામલે પરણીતાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.