ભાજપના કાઉન્સિલરે નવો રોડ બનાવવાની રજુઆત કરી મોરબીના વાઘપરના નાકાથી લીલાપર રોડ પાણી પુરવઠા તંત્રએ પાણીની લાઇન નાખવા માટે તોડી નાખતા સ્થાનિકોમ રોષ ભભૂકી ઉઠ્યો છે.આ બાબતે આ વિસ્તારના ભાજપના કાઉન્સિલરે ચીફ ઓફિસરને રજુઆત કરી નવો રોડ બનાવવાની માંગ કરી છે. મોરબી પાલિકાના કાઉન્સિલર ભરતભાઇ જારીયાએ ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, તેમના વિસ્તાર વાઘપરના નાકેથી લીલાપર રોડ જુના જકાતનાકા સ્મશાન સુધીના રોડ થોડા સમય અગાઉ સીસી રોડ બનાવાયો હતો.પરંતુ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડે પાણીની લાઇન નાખવા માટે આ રોડનું ખોદાણ કરીને તહસ નહસ કરી નાખ્યો છે.આ રોડ તૂટી જવાથી વાહન ચાલકો અને સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.જોકે નિયમ મુજબ જેતે વિભાગે રોડ કોઈ કામ માટે ખોદી નાખ્યા બાદ તેની તેની મરમત કરવાની સઘળી જવાબદારી રહે છે.આમ છતાં રોડને તોડી નાખ્યા બાદ મરમત કરાયુ ન હોય અને રોડની હાલાકી વધી રહી હોવાથી આ રોડને પહેલા જેવો જ સીસીરોડ બનાવવાની તેમણે માંગ કરી છે.