ખેડૂતોને પડતી મુશ્કેલીઓની જાત માહિતી મેળવી ઉકેલના પ્રયાસો હાથ ધર્યા મોરબી : નર્મદાની ધાગધ્રા બાન્ચ કેનાલ હેઠળના મોરબીના જેતપર મચ્છુના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તેમાટે ધારાસભ્ય મેરજાએ સઘન પ્રયાસો હાથ ધર્યા છે.અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ ની જાત માહિતી મેળવી તેનું નિરાકરણ લાવવાના પ્રયાસ કર્યા છે. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે નર્મદાની ધ્રાગધ્રા બાન્ચ કેનાલ હેઠળના મોરબીના જેતપર મચ્છુ ગામના ખેડૂતોને સિંચાઈનાં પાણીનો લાભ મળી રહે તે માટે તેમણે આ કેનાલ સાઈટની મુલાકાત લઈને કેનાલના અમુક અંતરે આવેલ હાઇટેકને લીધે સાઈફનમાંથી પાણી ગ્રેવીટીથી વહન થતું ન હોય ખેડૂતોને જાતે જ લીફટીગ કરીને પાણી મેળવવું પડતું હોવાથી આ સ્થિતિ નિવારવા સંબધિત ઇજનેરોને આ પ્રશ્ન હલ કરવાની રજુઆત કરી હતી. સાથોસાથ ચકમપર ગામનું સિંચાઈનું તળાવ ભરવાની સ્થાનિક આગેવાનોની માંગણી અંગે પણ તેમને ઇજનેરોને રજુઆત કરી હતી આરીતે તેમણે જતપર મચ્છુ તથા આજુબાજુના ગામોની મુલાકાત લઈને ખેડૂતોને પડતી સિંચાઇની મોશ્કેલીઓનો તાગ મેળવીને આ અંગે સિંચાઈ અધિકારીને રજુઆત કરીને સિંચાઈનો પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે.