સીટી બી-ડીવીઝન, ટંકારા અને તાલુકા પોલીસે ઝડપી લીધેલી 38800 દારૂની બોટલોનો જોધપર નજીક કચ્ચરઘાણ મોરબી : મોરબી સીટી બી-ડિવિઝન, તાલુકા અને ટંકારા પોલીસ દ્વારા વર્ષ 2017-18માં ઝડપી લેવામાં આવેલ રૂપિયા 1.26 કરોડની કિંમતના દારૂના જથ્થાનો આજે જોધપર નદી ગામ નજીક નાશ કરવામાં આવ્યો હતો, પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં 38800 બોટલ દારૂની બોટલો ઉપર બુલડોઝર ફરવવામાં આવતા રીતસર દારૂની નદી વહી હતી. જાણવા મળતી વિગતો મુજબ આજરોજ મોરબીના રફાળેશ્વર નજીક આવેલ જોધપર નદી ગામની અવાવરું જગ્યામાં મોરબી સીટી બી-ડિવિઝન, તાલુકા અને ટંકારા પોલીસ દ્વારા વર્ષ 2017-18માં જુદા - જુદા દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલ વિવિધ બ્રાન્ડની 38800 બોટલો ઉપર ડેપ્યુટી કલેકટર શિવરાજભાઈ ખાચર અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં 1 કરોડ 26 લાખની કિંમતના દારૂના જંગી જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. [gallery ids='41594,41595,41596']