વાંકાનેરના કોઠારીયા ગામની ઘટના વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે ગાળો બોલવાની ના પાડનાર યુવાનને છરીના ઘા ઝીકી દેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના કોઠારીયા ગામે રહેતા હેમરાજસિંહ હરદેવસિંહ ઝાલા (ઉ.વ.23) વાળાએ મહીપતસિંહ પ્રતાપસિંહ ઝાલા રહે.કોઠારીયા તા. વાંકાનેર વાળાને ગાળો બોલવાની ના પાડતા આરોપીએ છરી વડે ડાબા પગે ઇજા કરી જાન થી મારી નાખવાની ધમકી આપતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.