સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે તૃતીય તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી : વિવિધ પ્રદર્શન યોજાયા મોરબી : પશ્ચિમી સંસ્કૃતિ પાછળ આંધળી દોટ મૂકી યુવાધન ૨૫ ડિસેમ્બર નાતાલના દિવસે ક્રિસમસ ટ્રી પાછળ ઘેલા બને છે ત્યારે મોરબીના સાર્થક વિદ્યામંદિર દ્વારા નાતાલના દિવસે તુલસી દિવસ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી સાર્થક વિદ્યામંદિર મોરબી દ્વારા શરૂ કરાયેલ તુલસી દિવસ ઉજવણીને અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા સતત ત્રીજા વર્ષે તુલસી દિવસ નિમીતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા . જેમાં સ્વાસ્થ્ય, સામાજિક ,પ્રકૃતિ અને પર્યાવરણના કાર્યો કરતા સમાજના ૧૦ શ્રેષ્ઠીઓ નું તુલસી સન્માન પત્રકથી સન્માન કરવામાં આવ્યા હતા. ઉપરાંત વિદ્યાર્થીઓએ તુલસી માંથી પરોઠા, મંચુરીયન, શૂપ સહીત ની વિવિધ 15 જાતની વાનગી બનાવી હતી, વિદ્યાર્થીઓએ તુલસીનું મહત્વ સમજાવતા ચિત્રો પ્રદર્શન ગોઠવ્યું હતું , આ ઉપરાંત વૈદિક યજ્ઞ, પુસ્તક પ્રદર્શન, તુલસી માંથી બનેલ વિવિધ ઉપયોગી વસ્તુઓ નું પ્રદર્શન પણ યોજાયું હતું તેમજ ૨૧૦૦ તુલસી રોપાનું નિશુલ્ક વિતરણ પણ કરવામાં આવયુ હતું.તુલસી દિવસે માટીના વાસણો અને ફુલછોડ નુ વેચાણ ,ઔષધિઓનું વેચાણ ,તુલસીનું મહત્વ સમજાવતું નાટક , ટેલી ફિલ્મ, વક્તવ્ય, પ્રદર્શની, યજ્ઞ, સુવર્ણ પ્રાશન વગેરે આકર્ષણ જમાવયા હતા .આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસવડા, ડો.કરનરાજ વાઘેલા , જિલ્લા કલેક્ટર માકડીયા સહિતના મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ અને વાલીઓએ મુલાકાત લીધી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સાર્થક વિદ્યાલયના સંચાલકો કિશોરભાઈ શુક્લ અને પ્રમોદસિંહ રાણા સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. [gallery ids='41351,41352,41353']