મોરબી : ખાનપર ગામમાં આવેલી જીનીયસ વિદ્યાલયમાં તારીખ - ૨૪/૧૨/૨૦૧૮ ના રોજ ગુજરાત સરકારના ISD FOUNDATION અંતર્ગત દ્વારા ચલાવવા માં આવતો રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બોર્ડ પરીક્ષા નું માર્ગદર્શન તેમજ માનસિક સ્વાસ્થ્ય અંગે નો સેમિનાર જીનીયસ વિદ્યાલયમાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના વક્તાશ્રી ઇંદ્રજીતસિંહ જાડેજા દ્વારા વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય વિશે તેમજ બોર્ડ પરીક્ષા વિશે ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે બદલ શાળા ના આચાર્ય શ્રી કાસુન્દ્રા સર દ્વારા ઇંદ્રજીતભાઈ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.