મોરબી : મોરબી ત્રાજપર ચોકડી નજીક ઓબરબ્રિજ ઉપરથી મોટર સાયકલ લઈને પસાર થઈ રહેલા બાબુભાઇ ધુળીયાભાઇ ભુરીયાને ટ્રેલર રજી નં GJ-03-BT-9714 નો ચાલકે હડફેટ લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, ઘટના અંગે મૃતકના પત્ની ગુબલીબેન બાબુભાઇ ભુરીયા, ઉ. ૩૦ રહે.હાલ જેતપર ગામ કમલેશભાઇ ની વાડીમા તા જી મોરબી મુળ રહે ડોલરીયા દિતીયા તા ભાબરા જી અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાની ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધ્યો છે.