મોરબી:મોરબીમાં તા.25ને મંગળવારે સવારે 10 થી 12 વાગ્યા દરમ્યાન વિશ્વકર્મા વાડી,સોરઠીયા લુહાર વાડી, સ્વામિનારાયણ વાળી શેરી લાતી પ્લોટ,શનાળા રોડ ખાતે બાળકોની રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય તથા શારીરિક માનસિક વિકાસમાં મદદરૂપ થાય તેમજ બાળકોનું સમગ્ર આરોગ્ય નિરોગીમય રહે તેમાટે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ સુવર્ણપ્રાશન ટીપાં આર્યુવેદીક હોવાથી આ ટીપાં પીવાથી કોઈ આડઅસર થતી નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.તેથી બાળકોને નિરોગીમય બનાવવા માટે દરેક માતા પિતાને આ કેમ્પનો તેના બાળકોને લાભ આપવાની અપીલ કરાઈ છે.વધુ વિગતો માટે રાજ પરમાર 97226 66442 પર સંપર્ક કરવો.