પ્રશસન દરમ્યાન અનાજ નહિ બગાડવા અને સ્વચ્છતા રાખવાના લોકો પાસેથી સંકલ્પ લેવડાવાયા મોરબીમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા આજે તેમના ધર્મગુરુના 75માં જન્મદિન નિમિતે સુસ્તબધ્ધ પ્રશસન કાઢવામાં આવ્યું હતું. આ પ્રશસન મુખ્ય માર્ગો પર ફરીને લોકો પાસેથી અન્નનો બગાડ નહિ કરવા તથા સ્વચ્છતા રાખવાનો સંકલ્પ લેવડાવાયો હતો.પ્રશાસનમાં દશ બુલેટ બાઈક ,ચાર ઘોડા,બે બગી.,ઉંટગાડી સહિતના કાફલા સાથે મોટી સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના લોકો જોડાયા હતા. અને મુખ્યમાર્ગો પર ફરી દાઉદી વ્હોરા સમાજના લોકોએ અન્ન અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. [gallery ids='41282,41281']