મોરબી સિવિલમાં ડોકટર નથી ! વાંકાનેરથી ડોકટર આવે ત્યારે પીએમ થાય મોરબી : મોરબીમાં કેનાલમાં ગરક થયેલ યુવાનની ત્રણ - ત્રણ દિવસે લાશ મળ્યા બાદ આ હતભાગી યુવાનનો મૃતદેહ હવે પીએમના વાંકે રઝળી રહ્યો છે, મોરબી સિવિલના રેઢિયાળ તંત્રના વાંકે હાલમાં સિવિલમાં પીએમ માટે ડોકટર ન હોવાથી વાંકાનેરથી ડોકટર આવ્યા બાદ મૃતદેહનું પીએમ કરવામાં આવશે તેવો રોકડો જવાબ સિવિલ સતાવાળાઓ દ્વારા પાઠવી માનવતા નેવે મુક્તા લોકોમાં રોષની લાગણી જન્મી છે.