નવા પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર આદ્રોજા અને ઉપપ્રમુખ પદે તેજસ દોશી ચૂંટાયા મોરબી : મોરબી આજે બાર એસોશિએશનનો પ્રતિષ્ઠા ભર્યો ચૂંટણી જંગ યોજાયો હતો રસાકસી ભર્યા આ ચૂંટણી જંગમાં પ્રમુખ તરીકે ધર્મેન્દ્રભાઈ આદ્રોજા અને ઉપપ્રમુખ તરીકે તેજસભાઈ દોશી ચૂંટાઈ આવ્યા હતા. મોરબી બાર એસોશિએશનના આ ચૂંટણી જંગમાં પ્રમુખપદ માટે ૨ ઉમેદવાર, ઉપપ્રમુખપદ માટે ૪ ઉમેદવાર, સેક્રેટરીપદ માટે ૩ ઉમેદવાર, (જોઇન્ટ સેક્રેટરી પદ - બીનહરીફ) કારોબારી સભ્યપદના ૩ પદ માટે ૬ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા હતા. જેમાં સવારે ૧૦:૪૫ વાગ્યેથી બપોરે ૨:૦૦ સુઘી મોરબી બાર એસોશિએશન રૂમમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.આ બાર એસોની ચૂંટણીમાં 259 સભ્યો માંથી 225 સભ્યોએ મતદાન કર્યું હતું. આને સાંજે જાહેર થયેલા પરિણામમાં બાર એસોના નવા પ્રમુખ પદે વકીલ ધર્મેન્દ્ર આદ્રોજા 121 મત સાથે તેમજ ઉપપ્રમુખ પદે તેજસ દોશી 89 મત સાથે વિજય થયા હતા. જયારે ધર્મેન્દ્ર આદ્રોજાની આગેવાની પેનલના મહિધર એચ.દવે સેક્રેટરી પદે અને જોઈન્ટ સેક્રેટરી પદે નરેન્દ્રસિંહ જાડેજા બિનહરીફ તેમજ કારોબારી સભ્યો તરીકે બલદેવ પી. કાચરોલા, અલ્પેશ કે. પારેખ, અને અમિત વી. ડાભી વિજેતા થયા હતા. ચુંટણી અધિકારી તરીકે ભાવેશભાઇ ભટ્ટ અને મનસુખ ભાઇ પરમાર ફરજ બજાવી હતી.