18થી40 વર્ષના યુવાનોને સેમિનારમાં ભાગ લેવા વહેલી તકે રેજીસ્ટ્રેશન કરાવવા અપીલ મોરબી : ટેકનોલોજી ! જેણે દુનિયામાં સ્વર્ગનું સુખ ખડું કરી દીધું છે.પરંતુ તેના અતિરેક ઉપયોગે વિશ્વમાં સમસ્યાઓનું તાંડવઃ સર્જી દીધું છે.આજના વિશ્વમાં ટેકનોલોજી છોડીને ડગલું ભરવું પણ અશક્ય છે.ત્યારે ટેકનોલોજીના ઉપયોગ અને અતિરેક વચ્ચેનો ભેદ પારખવા માટે ટેકનોલોજી અભિશાપ કે આશીર્વાદ ? તે અંગે મોરબીમાં યુવા અભ્યુદય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના શનાળા ગામે આવેલી પટેલ સમાજ વાડી ખાતે આગામી તા.23 ડિસેમ્બરને રવિવારે સાંજે 5 થી 8 દરમ્યાન આત્મીય યુવક મંડળ મોરબી દ્વારા યુવાનોના વ્યક્તિગત, પારિવારિક અને ધંધાકીય સહિત તમામ પશ્ર્નોના ઉકેલ મળી રહે તે માટે યુવા અભ્યુદય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમ ટેકનોલોજી આશીર્વાદ કે અભિશાપ તે વિષય પર શાસ્ત્રી શ્રી ચેતન્ય સ્વામી તથા સારા વિચારો તમારી જિંદગી બદલાવી શકે એ વિષય પર શાસ્ત્રી શ્રી અચલ સ્વામી તેમજ પરિવારનું પંચામૃત એ વિષય પર શાસ્ત્રી શ્રી વિરક્ત સ્વામી સચોટ માર્ગદર્શન આપશે. સામાન્ય માનવી અજોડ સર્જનાત્મક કર્યો કરી શકવાની ક્ષમતા ધરાવે છે. મામુલી વ્યક્તિ પણ સિદ્ધિના શિખરો સર કરી શકે છે.તેથી માનવીમાં કુદરતે બક્ષેલી છુપી શકિતઓ ઓળખવી જરૂરી હોય આ શક્તિને ઓળખીને યુવાનોને મોટિવેશન કરવા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં 18 થી 40 વર્ષના યુવાનો ભાગ લઈ શકશે .અને સેમિનારમાં જોડાવવા માટે રેજીસ્ટ્રેશન તથા સફેદ કપડાં ફરજિયાત છે. રેજીસ્ટ્રેશન માટે 97256 44444 તથા 99793 23690 પર સંપર્ક કરવો.