મોરબીમાં વાહન ચેકિંગ ઝુંબેશમાં 7 દારૂડિયા ઝડપાયા : 89 વાહનોને રૂ.20 હજારથી વધુનો દંડ

- text


મોરબી : એસ.પી.ની સુચનાને પગલે મોરબીમાં પોલીસે વાહન ચોરી અને અકસ્માતોના બનાવ અટકાવવા માટે વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી.હતી.જેમાં દારૂ પીને વાહન ચલાવતા 7 વાહન ચાલકો સહિત 89 જુદા જુદા કેસો કરીને રૂ.20 હજારથી વધુનો દંડ વસૂલ્યો હતો.

- text

મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાની સુચનાને પગલે મોરબી જિલ્લામાં વાહન ચોરી તથા વાહન અકસ્માતોના બનાવો અટકાવવા માટે ગઈકાલે મોરબી જિલ્લા ટ્રાફિક શાખા તથા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા મોરબી જિલ્લાના વિવિધ સ્થળોએ વાહન ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.જેમાં પોલીસ દ્વારા 455 વાહનોનું ચર્કીગ કરવામા આવ્યું હતું. તેમાંથી ટ્રાંફિકના નિયમોના ભંગ બદલ 15 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા.તે ઉપરાંત દારૂ પીને વાહન ચલાવતા 7 વાહન ચાલકોને ઝડપી લેવાયા હતા.અને મોટર વહીકલના કાયદા મુજબ 89 કેસો કરીને રૂ.20400નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

- text