મોરબી : મોરબી તાલુકાના તળાવિયા શનાળા ગામે રહેતા ભાવિકભાઈ રામજીભાઈ કુંડારીયાના લાડકવાયા પુત્ર નક્ષ ના પ્રથમ જન્મદિવસે કેક કાપીને ઠાઠમાઠથી ઉજવણી કરવાને બદલે ભુખ્યાજનોની જઠરાગ્ની ઠારવાનું પરોપકારી કાર્ય કર્યું હતું.જેમાં તેના પરિવારજનોએ ગરીબોને ભોજન કરાવી પુત્ર નક્ષના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી કરીને સમાજને નવો રાહ ચીંધ્યો હતો.