મોરબી : મોરબીમાં કોમી એકતાની મિશાલ સમાન હિન્દૂ મુસ્લિમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે .આ 21માં હિન્દૂ મુસ્લિમ સમૂહ લગ્ન આગામી 24 ફેબ્રુઆરીએ યોજાશે . મોરબીના હજરત બાવા અહેમદશાહ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 21માં હિન્દૂ મુસ્લિમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં જોડાવવા ઇચ્છતા યુવક યુવતીઓના વાલીઓએ નામ નોંધણી માટે બિમલ દફ્તરી એરવોઇસ ગ્રીન ચોક મો.ન.80000 00181 તથા મહેશભાઈ ડિલક્સ હોટલ નગર દરવાજા પાસે મો. ન. 98793 10595 તેમજ ઇકબાલભાઈ રાઠોડ સિપાઈવાસ અહેમદ હુસેન બાપુની ઓફિસ મો.ન.91734 92327 અને બચુભાઇ ચાનિયા ચાનિયા ઓટો ગેરેજ અયોધ્યાપુરી મેઇન રોડ મો. ન. 98256 45844 પર સંપર્ક સાધવા બાવા અહેમદશાહ ગ્રુપની યાદીમાં જણાવાયું છે.