લોહીલુહાણ ધણખૂંટને સામાજિક કાર્યકરે કરુણા અેનિમલ અેમ્બ્યુલન્સની મદદથી સારવાર કરવી ટંકારા : ટંકારાના હડમતીયા ગામે ગઈકાલે કોઈ હરામખોરોએ નિર્દોષ રખડતા ભટકતા ગૌવંશને નિશાન બનાવી તિક્ષણ હથિયારના ઘા ઝીકી દેતા ચકચાર જાગી છે જો કે જીવદયા પ્રેમીઓને આ બાબતની જાણ થતા તુરત જ ઘાયલ ગૌવંશને કરુણા એમ્બ્યુલન્સની મદદ લઇ સારવાર કરાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના હડમતિયામાં ગત રાત્રીના સમયે ચારા માટે પેટ ભરવા રખડતા ભટકતા ગૌવંશને તીક્ષ્ણ હથિયારના ઘાયલ કરી દેવતા ગામના જાગૃત સામાજિક કાર્યકર અને જીવદયાપ્રેમી રમેશભાઈ ખાખરીયાઅે તત્કાલિન અસરથી ગુજરાત સરકારની પશુપાલન ટોલ ફ્રી ૧૯૬૨ સેવા આપતી કરુણા અેનિમલ અેમ્બ્યુલન્સનો સંપર્ક કરતા પાયલોટ મયુરસિંહ ગોહિલ ડો. મેહુલ ધોકિયા ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને ગૌવંશને વાગેલ ઘા પર ટાકા લઈ સારવાર આપી હતી. આ સાથે સેવામા ઘનિષ્ટ પશુ સુધારણા કેન્દ્રના ડો. દિપક વડસોલા, અબ્દુલભાઈ તેમજ સામાજિક કાર્યકર રઘુભાઈ સિણોજીયા તેમજ ગામના અન્ય જીવદયાપ્રેમીઅોના સેવાભાવી યુવાનોઅે જહેમત ઉઠાવી હતી.