મોરબી : હાલમાં મોરબી રાજકોટ હાઇવેને ફોરલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે લજાઇ ગામ નજીક મોટા - મોટા જોખમી ગાબડાં પડ્યા હોય તાત્કાલિક રીપેર કરવા માંગ ઉઠાવવામાં આવી છે. મોરબીના જાગૃત નાગરિક હરીશભાઈ મહેતાના જણાવ્યા મુજબ મોરબી - રાજકોટ હાઇવે ઉપર સમય કલોકથી આગળ, પેટ્રોલ પંપ પહેલા, ડ્રિમલેન્ડ પાટીઁપ્લોટ સામે, વિરપર-લજાઇ ગામ પાસે હાઇવે પર ના ખાડા રીપેર થવાની રાહ જોઈ રહ્યાં છે. એક તરફ હાઇવેનું કામ ચાલુ હોય રોડની બન્ને તરફ ખોદાણ કરવામાં આવ્યું છે તો બીજી તરફ રોડની મધ્યમાં જ મોટા ગાબડાં હોય ટુ વ્હીલ અને ફોર વ્હીલ ચાલકો માટે જોખમ સર્જાયું હોય એ ગાબડાં પૂરવા માંગ ઉઠવાઈ છે.