મોરબી : મોરબીની પોટરી તાલુકા શાળામાં તાજેતરમાં જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા સ્કૂલ અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબીના ઇશાબેન સોલંકી, અરવીદભાઈ ચાવડા અને વિશાલ ભાઈ રાઠોડ દ્વારા આ શાળાના બાળકોને બાળ સુરક્ષા તથા સમાજ સુરક્ષાની યોજના વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.