અંધાધૂંધ ફાયરિંગ બાદ લોકોએ ઝડપી લીધેલ સુરેશસિંહ ઉર્ફે રાજવીરસિંહ રીઢો ગુન્હેગાર : મદદગારી કરનાર મોરબીના ત્રણની પણ ધરપકડ મોરબી : મોરબી કાલિકા પ્લોટમાં ગત શનિવારે ગેંગવોરમાં અંધાધૂંધ ગોળી બાર પ્રકરણમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે અને ભાડૂતી મારા પૈકી એક એવા લોકોના હાથે ઝડપાયેલા સુરેશસિંહ ઉર્ફે રાજવીરસિંહ રીઢો અને આંતરરાજ્ય ગુન્હેગાર હોવાનું ખુલતા પોલીસે આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ આ શખ્સની આકરી પૂછપરછના અંતે તેની મદદગારી કરનાર મોરબીના ત્રણ સ્થાનિકોને પણ દબોચી લીધા હોવાનું આજે જિલ્લા પોલીસવડાએ યોજેલી પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૦૮/૧૨/૨૦૧૮ ના રોજ સાંજના સમયે મોરબીના કાલિકા પ્લોટમાં આરીફ ગુલમહમદભાઇ મીર રહે. કાલીકા પ્લોટ મોરબીવાળાના ઘર નજીક અજાણ્યા ઈસમો દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવતા આ મામલે આરીફ મીરે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા (૨) મુળરાજસિંહ અજીતસિંહ જાડેજા અને (૩) વિજયસિંહ ઉર્ફે કડી રહે. ત્રણેય મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપીઓ એક સફેદ કલરની સ્કોર્પિયોમાં બનાવ સ્થળથી દૂર ઉભા રહેલ અને બીજા બે ડબલ સવારી મોટર સાયકલ વાળાઓએ કાલીકા પ્લોટમાં આવી ફરીયાદીને મારી નાખવાના ઇરાદે રીવોલ્વર, પિસ્ટલ જેવા હથિયાર વડે આડેધડ ફાયરીંગ કરતા આરીફભાઇને હાથમાં તથા કમરના ભાગે ગોળી વાગતા ઇજા થયેલ। તેમજ અન્ય ઇજા પામનારાઓમાં (૧) ઇમરાન સત્તારભાઇ સુમરા ઉં.વ.૩૦ વાળાને મોઢાના ભાગે તથા ખભાના ભાગે તથા ડાબા પગમાં ગોળી વાગેલ અને (ર) વિશાલ લક્ષ્મણભાઈ બાંભણીયા ઉ.વ. ૧૪ વાળાને કપાળમાં ગોળી વાગતાં રાજકોટ સવીલ હોસ્પિટલમાં ઇજા બાદ સારવાર દરમયાન મરણ નીપજેલ હતું જ્યારે શીફાબેન વસીમભાઇ માંકડ ઉ.વ.૧૩, વાળીને પગે ગોળી થી સામાન્ય ઇજા થવા પામેલ. (૪) મશિરાબેન સીરાજભાઇ કૈડા ઉ.વ.૦૭, વાળીને પગમાં ગોળી વાગતાં ઇજા થયેલ બાકીના તમામને સારવાર આપી હોસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવેલ છે. દરમિયાન આ બનાવમાં આરોપી સુરેશસિહ ઉર્ફે રાજવિરસિંહ ઉર્ફે ધનજી ઇન્દ્રદેવસિંહ ઠાકુર રહે, ગામ-સતવાર, ઉપટોલા તા.બાંસડી, જી.બલીયા (ઉત્તરપ્રદેશ) વાળાને અજાણ્યા માણસોએ માર મારતા સારવાર અર્થે મોરબી બાદ રાજકોટ ખાતે દાખલ કરેલ હતો જેમાં ૧૩/૧૨/૧૮ ના રોજ સારવારમાંથી ડીસ્ચાર્જ કરતા આરોપીની પુછપરછ દરમ્યાન પોતે ગુન્હામાં સંડોવાયેલાનું જણાતા તેની આજે વિધિવત ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આરોપીએ સારવાર દરમ્યાન પોતાની ખોટી ઓળખ આપેલ હોય તેમજ આરોપી રીઢો ગુન્હેગાર છે અને ભુતકાળમાં ઉત્તરપ્રદેશ, બિહાર તથા ઓરીસ્સામાં પણ ગંભીર પ્રકારના ગુનાઓ આચરેલાનું તપાસ દરમ્યાન મોરબી સીટી એ ડિવી. પો.સ્ટે. તથા એલ.સી.બી તથા એસ.ઓ.જી.ની તથા અન્ય પોલીસ સ્ટેશનના અધીકારી, કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને જુદી જુદી દિશાઓ માં તપાસ હાથ ધરવામાં આવેલ તેમજ ગુજરાત એ.ટી.એસ.ના અધીકારીશ્રીઓ પણ આ બનાવ બાબતે વિઝીટ કરેલ અને તપાસમાં જોડાયેલ અને ગુન્હાની ટેકનિકલ રીતે તેમજ ઇલેક્ટ્રોનીક માધ્યમથી તપાસ કરતાં પકડાયેલ આરોપીની સાથે અન્ય ૪ આરોપીઓ પણ આવેલ હતા અને આ બધાને મોરબીમાં આશરો આપવામાં સહ આરોપી ભરતભાઈ જીવણભાઈ સોઢીયા ઉ.૩૧, (૨) દિગ્વીજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા અને સુરેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા ઉ.૩૦ રહે. શકત શનાળા આ ગુન્હામાં સંડોવાયેલ હોવાનું જણાતા ત્રણેય આરોપીઓની આજે ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આરોપી સુરેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા હિતુભાનો ભાઈ છે અને તેની પાસેથી પોલીસે એક લોડેડ પિસ્ટલ કબ્જે કરી છે અને આ ગેંગવોર પ્રકરણમાં કુલ ચાર આરોપીને ઝડપી લઈ પ્રાથમિક તબબકે પોલીસને સફળતા મળી છે નોંધનીય છે કે ફાયરિંગ કરનાર રાજવીર વિરુદ્ધ જુદા જુદા રાજ્યોમાં ૨૭ ગુન્હા નોંધાયેલ હોવાનું જિલ્લા પોલીસવડાએ જાહેર કર્યું હતું. મોરબી કાલિકા પ્લોટના ફાયરીંગ કેસમાં પોલીસ દ્વારા એક ગેંગસ્ટર સહીત કુલ ચાર આરોપીઓની ધરપકડ મામલે જુઓ મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાનું ઇન્ટરવ્યુ. https://youtu.be/2r3d1E41Y4o