ટંકારા : ટંકારા તાલુકાના વીરપર ગામે આવેલ નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સેપક ટકરાઉ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના વિરપર નજીક આવેલ નાલંદા વિધાલયના વિધાર્થીઓની સેપકટકરાવ અંડર ૧૪ ની ટીમે મહેસાણા ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની સેપટકરાઉ સ્પર્ધામાં ભાગ લઈને ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરી નાલંદા વિધાલય મોરબી પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી. બાદમાં નાલંદા વિદ્યાલયની ટીમે નેશનલ કક્ષાએ આંધ્રપ્રદેશ, વેસ્ટ ગોદાવરી, નારણપુરા ખાતે તા. ૯/૧૨ થી ૧૨/૧૨/૨૦૧૮ ના રોજ યોજાયેલી સ્પર્ધામાં ભાગ લીધો હતો .જેમા મોરબી જીલ્લાની નાલંદા વિધાલયની ટીમે વિજેતા થઈ બોન્ઝ મેડલ પ્રાપ્ત કરી મોરબી જીલ્લા, નાલંદા વિધાલય અને ગુજરાતનું નામ રાષ્ટ્રીયકક્ષાએ રોશન કર્યું છે. નાલંદા વિદ્યાલયના ખેલાડીઓને આ સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા ચિખલીયા જીલ તેમજ માકાસણા પરમેશને અભિનંદન નાલંદા વિધાલયના શાળા સંચાલક જયેશભાઈ ગામી અને સ્પોર્ટ ટીચર જયંતીભાઈ વડાવિયાની ટીમે અભિનંદન પાઠવ્યા છે.