સમગ્ર ઘટના ઓમાનો સીરામીકના સીસીટીવીમાં કેદ મોરબી : મોરબીના રંગપર નજીક આવેલ ઓમાનો સીરામીક યુનિટ સામે એક ટેલર ચાલકે બાઈકચાલકને હડફેટે લઈ નાસી છૂટ્યો હતો, જો કે સમગ્ર ઘટના cctvમાં કેદ થઈ ગઈ છે અને હાલમાં બાઇક ચાલકને બેભાન હાલતમાં સિવિલ હોસ્પીટલે ખસેડાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ રંગપર રોડ ઉપર આવેલ ઓમાનો સીરામીક નામના કારખાનમાંથી માલ ભરીને બહાર નીકળી રહેલા ટ્રક ચાલકે અહીંથી પસાર થતા બાઇક ચાલકને હડફેટ લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છુટતા લોકોના ટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા, વાહન ચાલકોએ પ્રાથમિક તપાસ કરતા આ ટ્રક ઓમાનો સીરામીકમાં માલ ભરીને બહાર નીકળ્યો હતો અને મધ્યપ્રદેશના દેવાસથી ટ્રક આવ્યો હોવાનું બહાર આવ્યું છે. જો કે આ સમગ્ર ઘટના ઓમાનો સીરામીકના cctvમાં કેદ થઈ ગઈ છે. વધુમાં સવા આઠેક વાગ્યામાં બનેલ આ અકસ્માતની ઘટનામાં ઘાયલ ઇજાગ્રસ્તને બેભાન અવસ્થામાં ૧૦૮ મારફતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.