પત્ની ઘરેથી કિંમતી સામાન લઈને નીકળી ગયા બાદ તેના મામાના દીકરા સાથે મળીને પતિને આપી ધમકી મોરબી: મોરબીમાં રહેતા સિનિયર સિટીજનને ઢળતી ઉંમરે પત્નીએ દગો દીધો છે.જેમાં તેમની પત્ની ઘરમાંથી કિંમતી સર સામાન લઈને નીકળી ગયા બાદ પોતાના મામાના દીકરા સાથે મળીને પતિને ફોન પર ધમકાવતા આ બાબતે પતિએ એ ડિવિઝનમાં અરજી કરી છે. મોરબીના શનાળા રોડ પર આવેલ ન્યુ આર્દશ સોસાયટીમાં રહેતા વયોવૃદ્ધ મુકેશચંદ્ર એલ. પટેલે મોરબી એ ડિવિઝનમાં લેખિતમાં ફરિયાદ કરી હતી કે, તેમના પત્ની ગતતા.8ના રોજ ઘરેથી કિંમતી સામાનનો થેલો ભરી 2 -3 દિવસમાં પાછી આવવાનું કહીને નીકળી ગઈ હતી અને જુનાગઢના ઝાંઝમેરથી તેના મામાના દીકરાએ તેમને ફોન કરીને અપશબ્દો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.અને પોલીસ અને રાજકીય વગ હોવાથી તેમને જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરજો તેવી પણ લૂખી ધમકી આપી હતી. આથી સિનિયર સીટીઝન મુશ્કેલીમાં મુકાયા છે.જોકે તેમની પત્નીએ તેમની સાથે કાયદેસરના છૂટાછેડા લીધા વગર ઘરેથી નીકળી જઈને બાદ આ રીતે પોત પ્રકાશીને છેતરપીંડી કરી હોવાથી સિનિયર સિટીઝને આ અંગે એ ડિવિઝન પોલીસને લેખિતમાં ફરિયાદ કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી યોગ્ય ન્યાય આપવાની માંગ કરી છે.