ખુશ્બુ મોરબી કી.....કલેકટર બંગલા નજીક પંદર દિવસથી વહેતા ગટરના ગંદા પાણી ચીફ ઓફિસરની ચેમ્બરમાં મોરબી : મોરબી પાલિકાને આજે પ્રજાની તાકાતનો પરચો મળ્યો છે, છેલ્લા પંદર દિવસથી કલેકટર બઁગલા નજીક વહી રહેલા ભૂગર્ભ ગટરના ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિક રહેવાસીઓએ ચીફ ઓફિસરની ચેમ્બરમાં જ ગટરના ગંદા પાણી વહેવડાવતા અફડાતફડી મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જિલ્લા કલેકટરના બંગલા નજીક છેલ્લા પંદરેક દિવસથી અવિરત પણે ગટરના ગંદા પાણી વહેતા હોય સ્થાનિક રહેવાસીઓ દ્વારા મોરબી નગરપાલિકામાં અનેક રજૂઆત કરી સ્વાસ્થ્ય માટે જોખમી એવી આ ગંદકી દૂર કરવા માંગણી કરી હતી.જો કે આમ છતાં પાલિકા દ્વારા આળસુ નીતિ અપનાવી સ્થાનિકો તો ઠીક અહીં કલકટરનું નિવાસ્થાન હોવા છતાં ગંદાપાણી નો નીકલ્બનાધ કર્યો ન હતો. બીજી તરફ પાલિકાની આળસુ નીતિથી રોષે ભરાયેલ આ વિસ્તારના લોકો આજે ગટરના ગંદા પાણી સાથે લઈ મોરબી નગર પાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર રજુઆત કરવા છતાં પાલિકના સત્તાધીશો દ્વારા સંતોષકારક જવાબ ન મળતા રોષે ભરાયેલા લોકો સાથે લાવેલ ગંદા પાણીનો ચીફ ઓફિસરની ચેમ્બરમાં જ ઢોળી આલ્યો તમે પણ ખુશ્બુ લો કે અમે કેવી યાતના ભોગવીએ છીએ !!!!