પોલીસે દેશી - વિદેશી દારૂ વેચાણ મામલે પાંચ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો મોરબી : મોરબી પોલીસે દેશી વિદેશી દારૂ વેંચતા ઈસમો વિરુદ્ધ હાથ ધરેલી કાર્યવાહીમાં વિદ્યુતનગર નજીકથી ડોક્ટર નામધારી શખ્સને સવાસો પોટલી સાથે તેમજ અન્ય બે કેસમાં ત્રણ મળી કુલ ચાર ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. મોરબી પોલીસે પ્રોહીબીશનની બાળી ડામવા હાથ ધરેલી કાર્યવાહીમાં પહેલા કિસ્સામાં લલીતભાઇ ઉર્ફે સાગર ઉર્ફે ડોકટર રાજેશભાઇ કુકાવા, ઉવ.૨૧ ધંધો.મજુરી રહે.વિધુતનગર, આણંદભાઇની વાડી સામે માળીયા ફાટક નજીક મોરબી-૨ વાલાઅને પાસ પરમીટ વગર કે આધાર વગર પોતાના કબ્જામાં પ્લા.ની કોથળીમાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૧૨૫ દેશીદારૂ લી-૨૫ કિ.રૂ.૫૦૦ નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવતા ઝડપી લીધો હતો. બીજા કિસ્સામાં (૧)ચકુભાઇ નરશીભાઇ વાઘેલા, ઉ વ ૩૦ રહેવાસી.જેતપર રોડ સ્ટોબેરી કારખાના સામે તા.જી.મોરબી મુળ ગામ જાંમકંડોળા ઇન્દીરાનગર પાણીના ટાકા ની પાછળ જી રાજકોટ અને (૨) અનવરભાઇ આજીભાઇ માયાણી રહેવાસી મોરબી -૨ કાન્તીનગર વાળા વિરુદ્ધ ગુન્હો નોંધી દેશીદારૂ લીટર-૦૯ કી.રૂ.૧૮૦ સાથે આરોપી ચકુને ઝડપી લીધો હતો. જયારે ત્રીજા કિસ્સામાં મોમાઇભાઇ વિનોદભાઇ ચૌહાણ ઉવ્.૧૯ ધંધો-મજુરી રહે.વિસીપરા,ચોકમાં,વાંકાનેર વાળાને પોલીસે મીલપ્લોટ ચોક ટી.વી.એસ.સ્ટાર સીટીમોટરસાયકલ .રજી.નં.જી.જે.૩૬.જે.૬૭૯૫ કિં.રૂ.૨૫,૦૦૦ વાળામાં ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટનો પરપ્રાંતીય અંગ્રેજી દારૂની કુલ બોટલો નંગ-૦૩ કિં.રૂ.૯૦૦ કુલ મુદામાલ રૂ.૨૫,૯૦૦/ સાથે ઝડપી લીધો હતો.તેમજ કીશોરભાઇ નાનજીભાઇ પાટડીયા, ઉ.વ. ૪૯ ધંધો મજુરી રહે પેડક સો.સા. વાંકાનેર વાળાને દેશી દારૂની કોથળી નંગ-૧૨ દારૂ લીટર-૦૩ કિં.રૂ.૬૦ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. [caption id='attachment_40206' align='aligncenter' width='300'] Green glass bottle character looking through binoculars isolated on white background. 3d illustration[/caption]