ગેંગવોર બાદ પોલીસ એક્શન મોડમાં : પીધેલા, દેશી સિવાય ક્રાઇમ નીલ મોરબી : મોરબીમાં શનિવાર બાદ બિહારને ટક્કર મારે તેવા ફિલ્મી દ્રશ્યો વચ્ચે ગેંગવોરમાં અંધાધૂંધ ફાયરિંગ થતા સુસુપ્ત અવસ્થામાં રહેલી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે પરિણામ સ્વરૂપ ગઈકાલે મોરબીમાં ગંભીર ગુન્હાઓ ઉપર લગામ કસી છે અને વાંકાનેર સરતાનપર નજીક છરી સાથે મનિયા નામના શખ્સને દબોચી પોલીસે હોન્ડા અને મોબાઈલ જપ્ત કરી કડક કામગીરી કર્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં શનિવારની ઘટના બાદ પોલીસ ઉપર પસ્તાળ પડતા તેની સીધી જ અસર ગુન્હેગારો ઉપર પડી છે અને પોલીસ એક્શન મોડમાં આવતા ગઈકાલે જૂજ ગુન્હાઓ જ નોંધાયા છે જેમાં દેશી દારૂ અને પીધેલા પકડવા સિવાય ગંભીર ગુન્હા નોંધાયા નથી. બીજી તરફ વાંકાનેરના સરતાનપર રોડ ઉપર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અરવીંદ ઉર્ફે મનીયો જેશાભાઇ ઉડેચા, ઉવ ૨૩ રહે. સરતાનપર તા. વાંકાનેર વાળાને પેન્ટ ના નેફા માં સ્ટેલેશ સ્ટીલ ની એક્રેલીક ના હાથા માં ફીટ કરેલ ધાર દાર અણીવાળી છરી જેની કિ રૂ ૨૦ તથા ઓપો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ કિ રૂ ૨૦૦૦ તથા મો.સા હીરો સ્પેલેન્ડર પ્લસ જેના રજી નં જી.જે. ૩૬ એમ. ૦૬૪૮ વાળા ની કિ રૂ ૪૫૦૦૦ ગણી કુલ મુદામાલ રૂ ૪૭૦૨૦સાથે મળી આવતા પોલીસે ગુન્હો નોંધ્યો હતો.