મોટી સંખ્યામાં હરિભક્તોએ શાકોત્સવનો શ્રધ્ધાભેર લાભ લીધો મોરબી: અહીંના સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજ સેવક મંડળ મોરબી દ્વારા ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ શાકોત્સવનો શ્રધ્ધાભેર લાભ લીધો હતો. સ્વામિનારાયણ મૂળ સંપ્રદાય વડતાલ ગાદી શ્રી લક્ષમીનારાયણ દેવ તાબાના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કાણભા થી પધારેલા સદગુરુ શાસ્ત્રો સ્વામી સત્સંગભુષણદાસજી તથા સદગુરૂ પુરાણી સ્વામી ન્યાલકરણદાસજીએ સ્વંય રીંગણાંના શાકનો વઘાર કરી હરિભક્તોને પ્રેમથી જમાડ્યા હતા. આ તકે તેમણે હરિભક્તોને પોતાની દિવ્ય આધ્યાત્મિક વાણીમાં તરબોળ કરી દીધા હતા. આ પ્રસંગે મોરબીના નામી ઉધોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓ . ડોકટરો ,એન્જીનીયર સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને સ્વામીજીની દિવ્ય આધ્યાત્મિક વાણીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.