મોરબી : મોરબીના હરિપર કેરાળા નજીક આવેલ પેપરમિલમાં સલામતી સાધનો વગર જ શ્રમિકને વેસ્ટેજ ટેન્ક સાફ કરવા ઉતારવામાં આવતા શ્રમિકનું ગૂંગળાઈ જતા મોત નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના હરિપર કેરાળા ગામ નજીક આવેલ રોયલ બોલ્ડ પેપર મિલના વેસ્ટેજ પાણીના ટાકાની સાફસફાઈ માટે કંપનીના સંચાલકોએ કોઈપણ જાતની સલામતી વ્યવસ્થા વગર જ બાકીરભાઈ ગણપતભાઈ રાઠવા જાતે આદીવાસી ઉવ.૨૯ રે.ખોસફળીયા વાગલવાડા તા.જી.છોટા ઉદેપુરવાળાને સાફસફાઈ માટે અંદર ઉતરતા અંદર ઝેરી ગેસને કારણે બાકીરભાઈનું ગૂંગળાઈ જવાથી મોત નીપજ્યું હતું. ઘટના અંગે ફેકટરીના હાર્દિકભાઈ હરજીવનભાઈ અધારા, ઉવ.૨૫ ધંધો વેપાર રે.શનાળા મારુતીનંદન સોસાયટી શેરી નંબર-૧ મોરબીવાળાએ પોલીસને જાણ કરતા પોલીસે ગુન્હો નોંધ્યો છે.