તસ્કરો ૮૦ હજાર રોકડા અને બે તોલા સોનાના દાગીના ઉઠાવી ગયા મોરબી : મોરબીના જેતપર ગામે સરપંચના મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું તરકરો તેમના મકાનમાંથી રૂ ૮૦ હજાર રોકડા અને બે તોલાના સોનાના દાગીના ઉઠાવી ગયા હતા. સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના જેતપર ગામના સરપંચ વીણાબેન નિલેશભાઈ અઘારા ગઈકાલે મોરબી ખરીદી કરવા આવ્યા હતા. અને તેમના પતિ નિલેશભાઈ કોઈ કામ સબબ જૂનાગઢ ગયા હતા.પાછળથી તેમના બંધ પડેલા મકાનને ધોળા દિવસે જ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. વધુમાં ગઈકાલે બપોરના સમયે તસ્કરોએ તેમના મકાનના પાછળના ભાગે બાથરૂમની બારીમાંથી ઘરમાં પ્રવેશ કરી ઘરમાંથી રોકડા રૂ.૮૦ હજાર તથા બે તોલાના સોનાના દાગીનાની ચોરી કરીને રફુચક્કર થઈ ગયા હતા . બીજી તરફ મહિલા સરપંચ મોરબીમાં ખરીદી કરીને પરત ફર્યા બાદ ચોરી થયાનું માલુમ પડતા તેમણે આ બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધવવા તજવીજ હાથ ધરી છે.