મોરબી : મોરબીની પી.જી. પટેલ કોમર્સ કોલેજમાં એચડીએફસી.બેન્ક તથા પી.જી.પટેલ કોમર્સ કોલેજના સયુંકત ઉપક્રમે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં રક્તદાતાઓએ રક્તદાન કરવા માટે ઉત્સાહ દાખવતા 100 થઈ વધુ રક્ત સીસી બોટલ એકઠું થયું હતું. આ રક્ત મોરબી સ્વામિનારાયણ સંસ્કારધામ બ્લડ બેકને અર્પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પી જી પટેલ કોલેજ અને એચડીસીએફસી બેન્ક દ્વારા છેલ્લા ઘણા સમયથી સામાજિક જવાબદારીના ભગરૂપે અને જરૂરિયાતમંદોને લોહીની જરૂરિયાત પૂરી પાડવા દર વર્ષે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે .આજના આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા પી જી પટેલ કોમર્સ કોલેજના પ્રમુખ દેવકરણ અદ્રોજા, પ્રિન્સિપાલ રવિન્દ્ર ભટ્ટ તથા એચડીએફસી બેન્કના સ્ટાફ ગણે ભારે જહેમત ઉઠાવી હતી. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='39197,39198,39199']