ઇજાગ્રસ્તો વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયા વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભેરડા ગામે ખેતરમાં ઢોર ચારવા બાબતે કોળી અને ભરવાડ જૂથ વચ્ચે અથડામણ થતા બન્ને પક્ષે ત્રણ - ત્રણ લોકો ઘાયલ થતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયા હતા. પ્રાપ્ત વિગતો મુજન વાંકાનેર તાલુકાના ભેરડા ગામે ભરવાડોની ભેંસો કોળીના ખેતરમાં ચરાવવા જતા જે બાબતે ના પાડતાં સામસામી બોલાચાલી થતાં મારામારી થઈ અને બંને પક્ષે ત્રણ ત્રણ વ્યક્તિઓને ઈજા થયેલ હોય પ્રથમ વાંકાનેર બાદમાં રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર માટે રીફર કરાયા છે આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બંને પક્ષની ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે અને ગામમાં કોઈ વધુ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી આપવામાં આવેલ છે. [gallery ids='39060,39057,39058,39059']