ટંકારાના રિક્ષાચાલકને મોરબીના પોલીસદાદાએ ધોકાવતા ફરિયાદ

- text


મોરબી : મોરબીના તરગાળા ચોકમાં રિક્ષામાં મુસાફરો ભરવા મામલે બે રિક્ષાચાલકો વચ્ચે થયેલી તું…તું…મેં…મેં…બાદ પોલીસદાદાએ ટંકારાના રિક્ષાચાલકને ધોકાવી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા મોરબી વચ્ચે સીએનજી રીક્ષા ચલાવતા સતીશભાઈ ગૌતમભાઈ સારેસા નામના રીક્ષા ચાલકને તા.24ના રોજ તરગાળા ચોક મોરબીમાં રિક્ષામાં પેસેન્જર ભરવા બાબતે અન્ય રિક્ષાચાલક સાથે માથાકૂટ થતા અહીં ગઢવીભાઈ નામના પોલીસમેન આવ્યા હતા અને રીક્ષા કોની છે કહી સતીષભાઈને સાથળમાં પ્લાસ્ટિકનો ધોકો મારતા ઈજાગ્રસ્ત હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- text

જો કે, ગઢવીભાઈ નામના પોલિસે રિક્ષાચાલકને ધોકાવ્યા હોવા છતાં આ મામલે પોલીસે બે દિવસ બાદ ફરિયાદ નોંધી હોવાનું જણાવી રીક્ષા ચાલક દ્વારા દાદાગીરી આચરનાર પોલીસમેન વિરુદ્ધ કડક પગલાં ભરવા માંગણી કરી હતી.

- text