વા ની બીમારીથી કંટાળી કેરોસીન છાંટી સળગી જતા મોત મોરબી : મોરબીના રંગપર ગામે છેલ્લા ઘણા સમયથી વા ની બીમારીને કારણે પથારીવશ થઈ ગયેલ વૃધ્ધાએ બીમારીથી કંટાળી જાત જલાવી લેતા મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રંગર ગામે રહેતા બાલુબેન આણંદભાઇ રાઠોડ, ઉવ.૬૦ને ઘણા સમયથી વા ના દુખાવાની બિમારી હોય જેથી પથારીવશ હોય બીમારીથી માનસીક રીતે કંટાળી જતા પોતાની જાતે ખાટલામાં સુતેલ હોય અને કેરોશીન છાંટી દીવાસળી ચાંપી પોતાની જાતે સળગી જતા મૃત્યુ નીપજ્યું હતું.