શનાળા લાયન્સનગરમાંથી તસ્કરો બે મકાનને નિશાન બનાવી 43,200ની માલમતા ઉસેડી ગયા મોરબી : મોરબીના શનાળા નજીક આવેલ લાયન્સનગરમાં ઘરધણી માતાજીના માંડવા પ્રસંગમાં બહારગામ જતા તસ્કરોએ બંધ પડેલા મકાનને નિશાન બનાવી 43,200ની માલમતા ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શનાળા નજીક આવેલ લાયન્સ નગરમાં રહેતા અને શાકભાજીની લારી ચાલવી ગુજરાન ચલાવતા ટીનાભાઇ શીવાભાઇ વીકાણી ઉ.વ. ૩૪ વાળા પોતાના કુટુંબીજનોને ત્યાં માતાજીનો માંડવો હોય જેથી ધરે તાળા મારી મોટારામપર ગામે ગયેલ હોય તે દરમ્યાન અજાણ્યા ચોર ઇસમે બે મકાનને નિશાન બનાવી બારી તોડી ઘરમાં પ્રવેશ કરી રોકડા રૂપીયા ૧૨,૭૦૦ તથા સોનાના તથા ચાંદીના દાગીના જેની કુલ કિ.રૂ.૨૮૫૦૦ તથા કેમેરા નંગ-૨ કિ.રૂ. ૨૦૦૦ ના મળી કુલ રૂ. ૪૩૨૦૦ની મતાની ચોરી કરી જતા ફરિયાદ નોંધાઈ છે. ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.