આદિવાસી જેવા છ લૂંટારૂઓએ મધ્યરાત્રીએ જયગણેશ હોન્ડાના માલિક દંપતી ઉપર હુમલો કરી 85 હજાર રોકડા અને 5 તોલા સોનાની લૂંટ ચલાવી : નાકાબંધી ટંકારા : ટંકારા તાલુકાના મીતાણા નજીક આવેલા દિવ્યકતિધામ મંદિર પાછળ અખંડ જયોત આશ્રમની પાછળ આવેલા ફાર્મહાઉસમાં ગઈકાલે મધ્યરાત્રીના છ લૂંટારૃઓએ ત્રાટકી હિચકારો હુમલો કરી અહીં નિવૃત જીવન ગાળતા જયગણેશ ગ્રુપના માલિક દંપતીને નિશાન બનાવી 85 રોકડા ને પાંચતોલા સોનાના દાગીનાની લૂંટ કરી અંધારામાં ઓગળી જતા ખળભળાટ મચી ગયો છે, જો કે આ ચોંકાવનારી હુમલા અને લૂંટ પ્રકરણમાં ટંકારા પોલીસ નાઈટ રાઉન્ડમાં હોય ફક્ત પાંચ જ મિનિટમાં પહોંચી જવા છતાં લૂંટારુઓ હાથ ન લાગતા જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના મિતાણા ગામે ડેમી ડેમ નજીક દિવ્યકતિધામ મંદિર પાસે અખંડ જયોત આશ્રમની પાછળ આવેલ છે જ્યાં જયગણેશ ગ્રુપના માલિક દેવજીભાઈ કલાભાઇ પટેલ અને તેમના પત્ની કુંવરબેન દેવજીભાઇ મેરા નિવૃત જીવન ગાળતા હોય ગઈકાલે રાત્રીના બારેક વાગ્યાના અરસામાં મકાનની છત ઉપર ખળભળાટ થતા કુંવરબેન જાગી ગયા હતા અને બહાર નીકળી જોતા કોઈ જોવા મળ્યું ન હતું બાદમાં દેવજીભાઈ પણ મકાનની બહાર લઘુશંકા કરવા નીકળતા જ અજાણ્યા આદિવાસી જેવા લાગતા 25 થી 30 વર્ષના છ શખ્સો દંપતી ઉપર તૂટી પડ્યા હતા અને ઘરમાં ઘુસી હુમલો કરી લૂંટ ચલાવી હતી. વધુમાં હુમલો અને લૂંટની આ ઘટનામાં અજાણ્યા લૂંટારુઓ 85 હજાર રોકડા, સોનાના પાટલા, સોણાનો ચેન સહીત પાંચ તોલા સોનુ અને કુલ મળી રૂ. 2,10,000ની માલમતા લૂંટી અંધારામાં ઓગળી ગયા હતા, લૂંટારૃઓએ કરેલા આ હુમલામાં જયગણેશ ગ્રુપના માલિક દેવજીભાઈ પટેલની હાંસડી ભાંગી જતા રાજકોટ સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ટંકારા પોલીસે આ લૂંટ મામલે કુંવરબેન દેવજીભાઇ મેરાની ફરિયાદના આધારે 25 થી 30 વર્ષની ઉંમરના અજાણ્યા આદિવાસી જેવા લાગતા છ શખ્સો વિરુધ્ધ ગુન્હો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='38923,38924,38925']