બી ડિવિઝન પોલીસે રૂ. ૩૨,૨૮૦ના મુદામાલ સાથે બે સપ્લાયરના નામ ખોલ્યા મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગરમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી ઓફિસર ચોઇસ દારૂ સાથે એકને ઝડપી લઈ કચ્છના બે સપ્લાયરના નામ ખોલાવી રૂ.૩૨,૨૮૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે મહેન્દ્રનગર વિસ્તારમાં દરોડો પાડી આરોપી હરપાલસિંહ ઉર્ફે સંજયસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ બાપલાલસિંહ જાડેજાના કબજા ભોગવટાવાળા મકાનમાંથી ઓફિસર ચોઇસ બ્રાન્ડની અંગ્રેજી દારૂની ૭૯ બોટલો કિ. ૨૫૨૮૦, રોકડા રૂપિયા ૨,૦૦૦ અને મોબાઈલ ફોન કિ.રૂ. ૫૦૦૦ કબ્જે કરી આરોપી હરપાલસિંહ ઉર્ફે સંજય ગંભીરસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. વધુમાં પોલીસે દારૂ સપ્લાયર નરેન્દ્રસિંહ બાપલાલસિંહ જાડેજા,રે. ધાણીથર, તા.રાપર, કચ્છભુજ અને અજયસિંહ ભાવુભા જાડેજા, રે.મોટા દહીંસરા, તા. માળીયા મિયાણા વાળાના નામ ખોલાવી બન્ને આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ કામગીરી બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. આઈ.એમ.કોંઢિયા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચાવડા, મહાવીરસિંહ પરમાર, પો.કો. એ.પી.જાડેજા, વનરાજભાઈ ચાવડા, રાજશભાઈ ડાંગર, અર્જુનસિંહ ઝાલા, ભરતભાઇ હૂંબલ અને યશવંતસિંહ ઝાલા સહિતનાઓએ કરી હતી.