મોરબી : મોરબીના રાજપર (કું ) ગામે રહેતા જસમતભાઈ ધરમશીભાઈ અમૃતિયાંના પુત્ર વિકિનના નાગજીભાઈ કલ્યાણજીભાઈ બાવરવાની પુત્રી મિત્તલ સાથે આજે ચૂંદડી પ્રસંગમાં જ ઘડિયા લગ્ન કરી દેવામાં આવ્યા હતા. જો કે આ યુગલના ચૂંદડી પ્રસંગમાં એકઠાં થયેલા બન્ને પક્ષના શાણા સમજુ વડીલોએ એક પંથે દો કાજની જેમ આ જ ચૂંદડી પ્રસંગમાં યુગલના લગ્ન કરી લગ્નના ખોટા ખર્ચાથી બચવાની સલાહ આપી હતી જે સલાહને બને પક્ષના માવતરોએ સહર્ષ સ્વીકારીને તાત્કાલિક ઘડિયા લગ્ન ગોઠવ્યા હતા.આ રીતે મોરબીના પાટીદાર સમાજમાં વધુ એક યુગલના ઘડિયા લગ્ન યોજાયા હતા. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='38812,38813,38814']