મોરબી તાલુકા પોલીસે બેલા અને તળાવિયા શનાળા વચ્ચે બોલેરો કારને આંતરી આરોપી પકડ્યો મોરબી : મોરબી તાલુકા પોલીસે બોલેરો ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી ડબલ બેરલ મજરલોડ બંદૂક સાથે માળિયાના ઈસમને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એ.ગોહિલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે પરવાનાવાળી ડબલ બેરલ મંજરલોડ બંધુક મળી આવેલ જે બંધુક માળીયા મિયાણા વિસ્તારબેલા ગામથી તળાવીયા શનાળા જતા રસ્તે એક બોલેરો પીકઅપ ગાડી નીકળતા તેને રોકાવવા ઇશારો કરતા નહીં રોકતા ગાડીનો પીછો કરી આંતરી લઇ રોકાવી ચેક કરતા બોલેરો કારમાંથી પુરતી મર્યાદિત પરવાના વાળી મજરલોડ બંદુકની કિ.રૂ.૨૦૦૦ સાથે જેનલઆબેદિન હારૂનભાઇ કાકડીયા ઉવ.51 રહે.કાજરડા તા.માળીયા મિયાણા જી.મોરબીવાળો મળી આવ્યો હતો. વધુમાં આરોપી પાસે રહેલ હથિયાર પરવાના વાળું હતું પરંતુ હથિયાર પરવાનો માળીયા તાલુકા પૂરતો જ સીમિત હોવા છતાં તાલુકા બહાર હથિયાર સાથે મળી આવતા પોલીસે બોલેરો ગાડી નં.GJ-12-W-4914 ની કિ.રૂ.૧,૦૦,૦૦૦ અને મજરલોડ બંદૂક કી.2000 મળી આરોપીને 1,02,000ના મુદામાલ સાથે ઝડપી લઈ આર્મ્સ એક્ટ અંગે ગુન્હો નોંધ્યો હતો.