મોરબી સબ જેલમાંથી સારવાર માટે સિવિલ હોસ્પિટલે લવાયા મોરબી : મોરબી જિલ્લાને હચમચાવનાર નાની સિંચાઈ યોજનાના તળાવ કૌભાંડમાં લાંચ લેવા મામલે હાલ મોરબી સબજેલમાં રહેલા હળવદ ધારાસભ્યને તાવ - શરદી અને છાતીમાં કફની તકલીફ થતા મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લામાં 20 કરોડથી વધુના તળાવ કૌભાંડમાં વિધાનસભામાં પ્રશ્ન નહીં ઉખેડવા વચેટિયા મારફતે લાખો રૂપિયાની લાંચ લેવાના આરોપ સબબ દિવાળી પહેલાથી હળવદ - ધ્રાંગધ્રા ધારાસભ્ય પરસોતમભાઇ સર્બિયા મોરબી સબજેલમાં કારાવાસમાં છે જેમાં ગઈકાલે તેઓને શરદી, તાવ અને છાતીમાં કફની તકલીફ થતા મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='38783,38785,38786,38787']