મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામેથી યુવાન અને વાંકાનેર તાલુકાના લાકડધાર ગામેથી યુવતી ગુમ થી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળ્યા મુજબ રામજીભાઈ દેવાભાઈ મકવાણા ઉવ.૩૩ ધંધો-મજુરી રહે.હાલ રંગપર બેલા સત્યમ કાટા પાસે તા.જી.મોરબી મુળ રહે.નરેળી તા.જી.ધ્રાગધ્રા જી.સુ.નગર વાળાએ ગુમસુધા નોંધ લખાવી છે જેમાં પ્રેમજી દેવાભાઈ મકવાણા ઉવ.૨૨ રહે.હાલે રંગપર બેલા સત્યમ કાટા પાસે તા.જી.મોરબી, ઉચાઈ ૫ ફુટ સાત ઈચ તેમજ મધ્યમ બાધા નો અને ધઉવર્ણો છે, કોલેજ કરેલ છે.તેમની પાસે મોબાઈલ નં.૯૯૨૪૪ ૮૫૧૯૦, ૯૧૦૬૫ ૨૧૪૧૪ છે.જીન્સનુ પેન્ટ તેમજ વાદળી કલરનો સફેદ ટીપકી વાળો શર્ટ પહેરેલ છે અને તા.18ના રોજ જમવા જાવુ છુ તેમ કહી જતા રહેતા પોલીસમાં જાણ કરવામાં આવી છે. જયારે બીજા બનાવમાં અશોકભાઇ પાલાભાઇ પરમાર ઉવ ૪૨, રહે. મુળ ચોટીલા પોપટપરા જિ. સુરેન્દ્રનગર હાલ રહે. લાકડધાર ગામ ની બાજુ માં આવેલ સ્કોવેર સેનેટરી કારખાનાની ઓરડી માં તા. વાંકાનેરવાળાની પુત્રી ભાનુ ઉર્ફે હીનુ અશોકભાઇ ઉવ ૧૯ મધ્યમ બાંધા ની વાને શ્યામર્વણી વાળા નો રંગ કાળો આંખ નો રંગ કાળો ઉચાઇ આશરે ૫ ફુટ તથા જમણા હાથ માં અંગ્રેજી માં બી ત્રોફાવેલ છે. તથા હાથની આંગળી ઓ પર ભાનુ લખેલ છે. જે ધરે થી કોઈને કહ્યા વગર જતી રહી છે,ગઇ ત્યારે આછા ગુલાબી કલર નો પંજાબી ડ્રેસ પહેરેલ હતો તેમજ ગુજરાતી ભાષા જાણે છે.જો કોઈને પતો મળે તો નજીકના પોલીસ મથકે જાણ કરવા યાદીમાં જણાવાયું છે.