હાઇવે ઉપર સંગીતના સુરતાલ સાથે કર્યો અનોખો વિરોધ મોરબી : મોરબી તાલુકાના આંદરણા ગામના ખેડૂતો સિંચાઈ માટેના પાણી આપવાની માંગ સાથે રસ્તા ઉપર ઉતરી આવતા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસને દોડધામ થી પડી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલકાના આંદરણા ગામના ખેડૂતો દ્વારા નર્મદા કેનાલમાંથી રવિ સીઝન માટે પાણી આપવાની માંગ સાથે આજે સવારથી હાઇવે ઉપર ઉતરી આવ્યા હતા અને બહેરી મૂંગી સરકારને જગાડવા માટે નવતર પ્રકારે સંગીત વગાડી જોરદાર નારે બાજી કરી પાણી આપવાની માંગ બુલંદ બનાવી હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ચક્કા જામ કરવા અલ્ટી મેટમ આપવામાં આવ્યું હતું જે મુજબ આજે ખેડૂતો દ્વારા રસ્તા ઉપર આવી આંદોલન શરૂ કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસતંત્ર એલર્ટ બન્યું છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='38691,38692,38693']