ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં તમામ સર્વ જ્ઞાતિજનોના યુવાનો સાથે મળીને ભારતીય સંસ્કૃતિની પરંપરા તેમજ ગામની અેકતા જળવાય રહે તે હેતુથી તેમજ ગામના વિવિધ કાર્યોના લાભાર્થે આજે રાત્રે ગાયોના ગોંદરે રાત્રીના 9.30 કલાકે જુનાગઢનો ઈતિહાસ વર્ણવતું રા કવાંટ અને સાથે પેટ પકડીને હસાવતું કરાવતું કોમિક બુધ્ધિનો બારદાન અંબલો નાટક ભજવવામાં આવશે. ગામના વિકાસ કાર્યને વેગ આપવા તથા અાર્થિક સ્વભંડોળ અેકઠું કરવા તેમજ ગામની અેકતા જળવાય રહે તે હેતુથી અૈતિહાસિક નાટકનું યુવાનો દ્વારા આયોજન કરાયું હોય ધર્મપ્રેમી જનતાને નાટક જોવા પધારવા અનુરોધ કરાયો છે.