મોરબી : મોરબી જિલ્લા સંકલન સમિતિમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રસ્તા, પાણી, ગામતળ સહિતના પ્રશ્નો ઉઠાવી આ પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવાની માંગ કરી હતી. ધારાસભ્ય મેરજાએ જણાવ્યું હતું કે,મોરબી તાલુકાના રંગપર, કેશવનગર, જીવાપર, ઝીકીયરી ચકમ્પરના બિસમાર માર્ગોને તાકીદે રીપેર કરવા,મોરબી-કૃષ્ણનગર- ગૂગણના માર્ગના કામનું ટેન્ડર બહાર પાડી રીપેરીંગ કરવા, મોરબીના સો ઓરડીમાં રસ્તાના કામો ઝડપથી કરવા,ન્યુ પેલેસ પાસેના રેલવે ક્રોસિંગને પહોળું કરી ટ્રાફિક સમસ્યા નિવારવા, માળીયા મી ના મણાબા-વિજયનગર રેલવેએ બંધ કરેલો સિમ માર્ગ ખુલ્લો કરવા, રોહિશાળાના બ્રોડગેજ ફાટકને ચાલુ રાખવા,નાનભેલા -તરઘરી રોડને તાકીદે રીપેરીંગ કરવા, નેશનલ હાઈવેથી ગાળા સુધીના માર્ગને સી સી રોડ બનાવવાની દરખાસ્ત કરવા, વેણા સરની આંગણવાડીનું મકાન રીપેરીંગ કરવા, ન્યુ નવલખી અલગ ગ્રામ પંચાયત કરવા તેમજ ગામતળ નિયત કરવા સહિતના પ્રશ્ર્નો અંગે જે તે અધિકારી સાથે છણાવટ કરી આ લોક સમસ્યાને સમયસર ઉકેલવાની ચર્ચા કરી હતી.